શું PAN હોય એટલે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે ?
• આ પ્રથા ટેક્સ પ્રોફેશનલ્સને વારંવાર તેઓના અસીલ (client) પૂછતાં હોય છે કે શું PAN ધરાવતા હોય તેવા વ્યક્તિગત કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે ?? આ પ્રશ્નનો જવાબ છે ના. વ્યક્તિગત કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એવા સંજોગોમાં જ ફરજિયાત છે જ્યારે તેઓની આવક કરપાત્ર મુક્તિ મર્યાદાથી વધુ હોય. હાલ વાર્ષિક કરપાત્ર મુક્તિ મર્યાદા ૨,૫૦,૦૦૦ છે. આમ, વાર્ષિક અઢી લાખથી વધુ આવક ધરાવતા હોય તેવા વ્યક્તિગત કરદાતાએ ઇમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. માત્ર, PAN કાર્ડ હોય એટલે ઇન્ક્સ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી.
ખાસ સંજોગોમાં ફરજિયાત :
ઇન્કમટેક્સ હેઠળ અમુક ખાસ સંજોગોમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નીચેના સંજોગોમાં અમુક મુક્તિ મર્યાદાથી ઓછી હોવા છતાં ઇમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જાય છે.
• વિદેશમાં કોઈ મિલક્ત ધરાવતા હોય ત્યારે, ભારત બહાર કોઈ બેન્ક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા હોય ત્યારે,
• એક કે તેથી વધુ કરંટ ખાતામાં વીસ લાખ થી વધુ રકમ બેન્ક ખાતામાં જમા કરવવામાં આવી હોય ત્યારે, બે લાખથી વધુ ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ કરવામાં આવ્યો હોય.
• મોટા આર્થિક વ્યવહાર કર્યા હોય તેવા સંજોગોમાં,
• એક લાખથી વધુ ઇલેક્ટ્રિક બિલની વર્ષ દરમિયાન યુવણી કરવામાં આવી હોય ત્યારે,
• કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષમાં મોટા આર્થિક વ્યવહાર કરેલ હોય ઇમ ટેક્સ રિટર્ન ભરી આપવું ખાસ હિતાવહ છે.
• ૧૦ લાખ કે તેથી વધુ રક્સ સેવિંગ ખાતામાં જમા કરાવેલ હોય,
• ૫૦ લાખ કે તેથી વધુ રક્મ કરેટ ખાતામાં જમા કરાવેલ હોય,
• ૩૦ લાખ કે તેથી વધુ રમની સ્થાવર મિલકતનો ખરીદ કે વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ મોય,
• ૧ લાખનું ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂક્યું હોય અથવા વર્ષ દરમિયાન આવેલ ક્રેડિટ કાર્ડ બિલ ૧૦ લાખધી વધુ હોય તેવા મોટ આર્થિક વ્યવહાર અંગેની જાણ વિવિધ એજન્સી જેવી કે બૅન્ક, સબ રજિસ્ટ્રાર ઓફિસ વી દ્વારા ઇમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતી હોય છે. આ વિગતોને ઇન્ક્સ ટેક્સ હેઠળ AIE એટલે કે “એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટ’’ની માહિતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ AIE ની માહિતી ઇન્કમ ટેક્સ પાસે કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય (જેને ઇમટેક્સ વેબસાઇટ ઉપર ફોર્મ AISમાં જોઈ શકાય છે ) અને તે વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરે તો તેવા વ્યક્તિને નોટિસ આવવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. આ સાપેક્ષમાં જો આવા વ્યક્તિ પોતાનું રિટર્ન ભરી આપે તો આવા વ્યવહારો કર્યા હોવા છતાં ઇન્ક્સ ટેક્સ નોટિસ આવવાની સંભાવના ખૂબ ઓછી થઈ જતી હોય છે.
• કોઈ પણ નાણાકીય વર્ષનું ઇમટેક્સ રિટર્ન તે પછીના નાણાકીય વર્ષના અંત સુધી ભરી શકાય છે. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું ઇન્ક્સ ટેક્સ રિટર્ન ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી ભરી શકાય છે પરંતુ આ રિટર્ન અમ અંત્તિમ તારીખ સુધીમાં ભરવું જરૂરી છે. સામાન્ય રીતે ઇન્ક્સ ટેક્સ રિટર્ન ભરવાની અંત્તિમ તારીખ નાણાકીય વર્ષ પછીની ૩૧ જુલાઈ રહેતી હોય છે. જો ભરવામા ના આવે તો ૧૦,૦૦૦ સુધી ની લેઇટ ફી ભરવાની જવાબદારી ઊભી થઈ શકે છે. જો કે જે કરદાતાઓને ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરવું ફરજિયાત હોય તેવા કરદાતા માટે રિટર્ન ભરવાની મુદત ૩૦ ઓક્ટોબર છે. તેવી રીતે નિયત મર્યાદા થી નીચે આવક ધરાવતા કરદાતા એટલે કે અઢી લાખચી કે તેથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ ઉપર આ લેઇટ ફી લાગુ પડતી નથી.
• ઇન્ક્સટેક્સ રિટર્ન ભરવાની મુદત તથા ઉપરોક્ત બાબતો ને ધ્યાને લઇ દરેક વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભરે તે ઇચ્છનીય છે. નિયમિત તથા સમયસર ભરવામાં આવેલ ઇન્ક્સ ટેક્સ વ્યક્તિ માટે ઉપયોગી સાબિત થતાં હોય છે તે બાબતે કોઈ બે મત નથી.
ઇનકમ ટેક્ષ સબંધિત કોઈપણ કામ કે તેના રિલેટેડ કોઈપણ પ્રશ્નો માટે અજેજ અમારો સંપર્ક કરો.
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ
એફ/૨, પહેલો માળ, સરદાર પટેલ કોમ્પલેક્ષ, પરિવાર હોસ્પિટલ ની બાજુમાં, દેલવાડા રોડ, દિયોદર-385330. Mobile No. - 81287 14508
અમારો અહેવાલ સોશિયલ મીડિયા પર શેર કરવા નીચે દર્શાવેલ સિમ્બોલ પર ક્લિક કરો