ઈન્કમટેક્ષ ભરવા વાળા કરદાતાઓ માટે કેન્દ્રીય બજેટ 2023 માં આવી રહ્યા કેટલાક મહત્વપૂર્ણ લાભકારી ફેરભારો વાંચો વિગતે -
જો તમે પણ આવકવેરો ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ 3 ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે. બજેટમાં હવે માત્ર 14 દિવસ (Union Budget 2023-24 Date - February 1, 2023 ) જેટલો સમય રહી ગયો છે. આ વખતે કયા કયા મોરચે રાહત મળી શકે છે તે વિશે ખાસ જાણો.
9 વર્ષ બાદ વધી શકે છે આવકવેરાની બેઝિક 2.5 લાખ ની લિમિટ :-
અત્રે જણાવવાનું કે 9 વર્ષથી ટેક્સ લિમિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે સરકાર બેઝિક લિમિટને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3.50 લાખ રૂપિયા કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ લિમિટમાં છેલ્લીવાર વધારો વર્ષ 2014માં થયો હતો. તે પહેલા લિમિટ 2 લાખની હતી તે સમયે 50,000 રૂપિયાનો વધારો કરીને 2.5 લાખ કરી દેવાયો. છેલ્લા 9 વર્ષથી આ લિમિટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નાણામંત્રી આ લિમિટને વધારીને રાહત આપી શકે છે.
વધી શકે છે 80C ની 1.5 લાખ ની લિમિટ :-
આ ઉપરાંત સરકાર ટેક્સમાં 80 સી હેઠળ મળનારી છૂટનો દાયરો પણ વધારી શકે છે. હાલ આવક પર સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટનો ફાયદો મળે છે. તેમાં સરકારી યોજના જેમ કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, લાઈફ ઈન્શ્યુરન્સ સહિત અનેક યોજનાઓ સામેલ છે. 80સી ની લિમિટ 1.5 લાખ થી વધારીને 2 લાખ સુધી થઇ શકે છે. 80સીની લિમિટ વધારવાથી નોકરીયાતોને મોટી રાહત મળશે.
3 વર્ષ સુધી ની એફ.ડી. પર મળી શકે છે ટેક્સ છૂટ :-
આ સાથે જ નાણામંત્રી 3 વર્ષ સુધીની ટેક્સ ડિપોઝિટને પણ ટેક્સ ફ્રી કરી શકે છે. આ વખતે બજેટથી સામાન્ય માણસથી લઈને મિડલ ક્લાસ સુધીના તમામને ખુબ આશાઓ છે. અત્રે જણાવવાનું કે હાલ 5 વર્ષ સુધીની એફડી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે જેને ઘટાડીને 3 વર્ષ સુધીનો કરી શકે છે. આમ કરવાથી રોકાણ માટે વધુ ઓપ્શન મળી શકે છે.
નોંધ :-
આ બદલાવો યુનિઅન બજેટ તારીખ 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે રજુ થઇ શકે છે તેવા સમાચારો ને આધીન આ લેખ લખવામાં આવેલ છે.
જો આવા બદલાવો યુનિઅન બજેટ 2023-24 માં રજુ થાય તો પણ ચાલુ વર્ષ એટલે કે આકારની વર્ષ 2023-24, નાણાકીય વર્ષ 2022-23 માં તેનો કોઈ પ્રભાવ રહેશે નહિ. આવા બદલાવો કરદાતા ને આકારની વર્ષ 2024-25, નાણાકીય વર્ષ 2023-24 માં અમલ માં આવશે.
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ
(બી.કોમ, એલ.એલ.બી, એલ.એલ.એમ.)