• અમુક મર્યાદા ઉપર ના રોકડથી કરવામાં આવતા વ્યવહારો ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યા છે અને આમાં જો કોઈ ભૂલ થાય તો ખૂબ જ મોટું નુક્સાન થઈ શકે તેમ છે તો, આ સૂચના ખાસ ધ્યાન રાખશો અને ધંધાના વ્યવહારો કરતા આ સૂચનાનો ચુસ્ત અમલ કરશો કે જેથી આર્થિક નુકસાન સહન કરવું ન પડે.
• કંપનીઓ, પેઢીઓને પણ મર્યાદાથી વધુ રોકડ સ્વીકારવા અથવા ચૂકવવાની મંજૂરી નથી. જો કોઈ વ્યવસાય માલિક રૂ. 10,000 થી વધુ રોકડમાં વ્યવહાર કરે છે, તો તે રકમનો ખર્ચ તરીકે દાવો કરી શકાતો નથી. ટ્રાન્સપોર્ટરના કિસ્સામાં, ₹35 હજારની ચૂકવણીની મર્યાદા લાગુ પડશે.
કર બચત સાધનો માટે
• જો તમે કલમ 80C અથવા કલમ 80D જેવા અન્ય કોઈપણ વિભાગ હેઠળ કપાતનો દાવો કરવા માટે કોઈપણ કર બચત રોકાણ કરી રહ્યાં છો તો તમારું ટેક્સ પ્લાનિંગ કરતી વખતે, ખાતરી કરો કે તમે સ્વાસ્થ્ય વીમા (Mediclaim policy) માટે રોકડમાં ચૂકવણી કરતા નથી. જો કરદાતા રોકડમાં વીમા પ્રીમિયમ ચૂકવે તો કાયદો કલમ 80Dનો લાભ લેવાની મંજૂરી આપતો નથી. તે બેંકિંગ ચેનલ દ્વારા ફરજિયાતપણે કરવાનું રહેશે.
• કલમ 80G હેઠળ આપેલ દાનને ₹2000 થી વધુ રોકડમાં દાન માટે આવકવેરામાં કપાત તરીકે દાવો કરી શકાતો નથી.
લોન અને મિલકત માટે
• જો કોઈ વ્યક્તિ નાણાકીય સંસ્થામાંથી અથવા તો કોઈ મિત્ર પાસેથી રોકડમાં લોન લે છે, તો તેની રકમ 20,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે. આ જ નિયમ લોનની ચુકવણી માટે લાગુ પડે છે. 20,000 રૂપિયાની લોનની ચુકવણી માટે, વ્યક્તિએ બેંકિંગ ચેનલ દ્વારા ચૂકવણી કરવી આવશ્યક છે.
• પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં મહત્તમ રોકડની મંજૂરી પણ રૂ. 20,000 છે. જો કોઈ વિક્રેતા એડવાન્સ લેતા હોય તો પણ મર્યાદા સમાન છે. (કટકે કટકે ચુકવણી બતાવી ને કાયદા થી છટકી સકાય નહીં ૨૦,૦૦૦ થી ઉપર કરેલ રકમ સમાન દંડ ની જોગવાઇ કાયદા માં કરવામાં આવી છે).
કલમ ૨૬૯ એસટી:
• આ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ને એક વ્યવહાર માટે એક બીલ માટે ૨ લાખ થી વધુ રકમ કેસ રકમ થી ચુકવણી કરી શકાય નહીં. (કટકે કટકે ચુકવણી બતાવી ને બયી સકાય નહીં). આ કલમનાં ભંગ બદલ જેટલી રકમ રોકડેથી સ્વીકારવામાં આવે તેટલો દંડ થઈ શકે છે (100% દંડ).
• આ કલમની નવી જોગવાઈ મુજબ, ક્રોઈપણ શખ્સ રૂ. ૨ લાખ કે વધુ રકમ કોઈપણ શખ્સ પાસેથી એક દિવસમાં અથવા એક વ્યવહાર પેટે અથવા એક ઈવેન્ટ કે પ્રસંગ પેટે એકાઉન્ટ પેઈ ચેક, એકાઉન્ટ પેઈ બેંક ડ્રાફ્ટ ટુ ઈલેક્ટ્રોનીક માધ્યમ સિવાય સ્વીકારી શકશે નહીં. આ કલમની જોગવાઈ, જો આવી ચુકવણી સરકાર, બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ સેટિંગ બેંક અથવા કો. ઓપ. બેંક તેમજ, જે વ્યવહાર, જેનો ઉલ્લેખ કલમ ૨૬૯ એસ.એસ.માં કરવામાં આવ્યો હોય છે તેમજ આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર ઓફીસીપલ ગેઝેટ નોટીફીકેશન દ્વારા આ યાદીમાં ઉમેરે તેમને આ કલમની જોગવાઈ લાગુ પડશે નહીં.
રોકડના વ્યવહારો માટે સી.બી.ડી.ટી. નો ખુલાસો
• જ્યારે કોઈ શખ્સ ૧ દિવસમાં બે બિલની રકમ પેટે રૂ. ૨ લાખ કે વધુ રકમ રોકડેથી સ્વીકારે તો આ ક્લમનો ભંગ થાય છે. દા.ત. એક બિલ ૧,૫૦,૦૦૦/- નું હોય અને બીજુ બિલ રૂા. ૧,૦૦,૦૦૦/- નું હોય તો આ રકમ એક દિવસમાં રૂા. ૨ લાખથી વધુ રોકડેથી સ્વીકારતા જેટલી રકમ રોકડેથી સ્વીકારી એટલે કે રૂ. ૨,૫૦,૦૦૦/- પર દંડ થઈ શકે.
• ભારતમાં આવકવેરાના નિયમો રૂ. 2 લાખની મર્યાદાથી ઉપરના કોઈપણ હેતુ માટે રોકડ વ્યવહારોને મંજૂરી આપતા નથી.
- ઉદાહરણ તરીકે, જો તમે એક જ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 3 લાખની કિંમતની સોનાની જ્વેલરી ખરીદી રહ્યા છો, તો તમારે ફરજિયાતપણે ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા બેંક ટ્રાન્સફર કે UPI દ્વારા ચુકવણી કરવી પડશે.
- જો તમે તમારા કોઈપણ સંબંધીઓ પાસેથી પૈસા મેળવતા હોવ તો પણ આ નિયમ લાગુ પડશે. કોઈ વ્યક્તિ એક દિવસમાં નજીકના સંબંધીઓ પાસેથી 2 લાખ રૂપિયાથી વધુ રોકડ સ્વીકારી શકશે નહીં.
વ્યવસાય ખર્ચ પર રોકડ વ્યવહાર મર્યાદા
• જ્યારે કોઈ શખ્સ એક વ્યવહારના સંદર્ભમાં રૂા. ૨ લાખ કે વધુ રકમ રોકોથી સ્વીકારે તો આ કલમનો ભંગ થાય છે. દા.ત. રૂા. ૩ લાખનું એક બિલ છે અને કોઈ શખ્સ આ રકમ જુદી જુદી તારીખે રૂ. ૩ લાખ રોકડેથી સ્વીકારે તો પણ આ કલમનો ભંગ થાય છે.
• જ્યારે મળેલ રોકડ રકમ એક ઘટના (ઈવેન્ટ) કે પ્રસંગના સંદર્ભમાં સ્વીકારવામાં આવે તો પણ આ કલમનો ભંગ થાય છે. દા.ત. લગ્ન પ્રસંગે ઈવેન્ટ મેનેજરને રૂા. ૨ લાખ કે વધુ રકમ ચુકવતા ઈવેન્ટ મેનેજરને દંડ ભરવો પડે.
• પોતાના બેંક ખાતામાંથી રોકડ એક દિવસમાં રૂા. ૨ લાખથી વધુ રકમ ઉપાડતા આ ક્લમનો ભંગ થાય છે ???
• આ જોગવાઈ સરકારી કોઈપણ બેંક, પોસ્ટ ઓફિસ અથવા કો.ઓપ. બેંકને લાગુ પડશે નહીં. કારણ કે આ સંદર્ભમાં કલમ ૨૬૯ એસ.એસ.માં પેનલ્ટીની જુદી જોગવાઈ કરવામાં આવી છે. સી.બી.ડી.સી.ની પ્રેસ રીલીઝ તા. ૦૫/૦૪/૨૦૧૭ મુજબ બેંક ખાતામાંથી કો. ઓ. બેન્ક અથવા પોસ્ટ ઓફિસ સેવીંગ બેન્કમાંથી રૂા. ૨ લાખથી વધુ રકમ ઉપાડતા જોગવાઈ લાગુ પડશે નહીં.
• આવી રોકડ રકમ મિલકતના વેચાણ સ્વરૂપે હોય કે માલ કે સેવાના સંદર્ભમાં રોકડ મળી હોય તો પણ આ કલમની જોગવાઈ લાગુ પડશે. દા.ત. બ્રહ્માણી ઈલેક્ટ્રોનિક માંથી ફ્રીજ, ટીવી, એસી, વોશીંગ મશીન વિગેરે ખરીદતા ની કુલ રકમ રૂા. ૨ લાખથી વધુ હોય અને બ્રહ્માણી ઈલેક્ટ્રોનિક આ રકમ રોકડેથી સ્વીકારે તો બ્રહ્માણી ઈલેક્ટ્રોનિક આ કલમ હેઠળ સ્વીકારેલ રકમ જેટલો દંડ થઈ શકે છે.
• જો તમે પૈસા રોકડમાં મેળવો અને તરત જ બેંક ખાતામાં જમા કરો તો પણ તેની મંજૂરી નથી. જો કે, કેટલાક વ્યવહારો આ કાર્યક્ષેત્રની બહાર છે. જો તમે કોઈ વ્યવસાય ચલાવો છો અને તમારા સામાન અને સેવાઓનું વેચાણ કરીને તમને બહુવિધ વ્યવહારો દ્વારા પ્રાપ્ત થયેલા બેંક ખાતામાં રૂ. 2 લાખથી વધુ જમા કરાવવા માંગો છો, તો તેની મંજૂરી છે.
• આ જોગવાઈ ધંધાના ખર્ચ કે અંગત ખર્ચને ખરીદી તથા વેંચાણ ને લાગું પડે છે.
• આ કલમ કરપાત્ર કે કરમુક્ત આવકને લાગુ પડે છે.
સબંધિત કોઈપણ કામ કે તેના રિલેટેડ પ્રશ્નો કોઈપણ માટે અજેજ અમારો સંપર્ક કરો.
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ
એફ/૨, પહેલો માળ, સરદાર પટેલ કોમ્પલેક્ષ, પરિવાર હોસ્પિટલ ની બાજુમાં, દેલવાડા રોડ, દિયોદર-385330. Mobile No. - 81287 14508
અમારો અહેવાલ સોશિયલ મીડિયા પર શેર કરવા નીચે દર્શાવેલ સિમ્બોલ પર ક્લિક કરો